વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે દરરોજ 800થી વધુ ક્વિન્ટલ ઘઉંની આવક થઈ રહી છે જેનું વેંચાણ દલાલો મારફતે હરાજી દ્વારા કરવામાં આવે છે. યાર્ડ ખાતે ખેડૂતો પાસેથી ખરીદેલાં ઘઉંનું વેચાણ વેપારીઓ દ્વારા બજારમાં કરવામાં આવે છે, જેમાં મહત્વની બાબત એ છે કે છેલ્લા થોડા દિવસો દરમ્યાન યાર્ડ ખાતે થયેલ ઘઉંની આવકમાં લોકવન ઘઉંના નીચામાં નીચા ભાવ રૂ. 320 પ્રતિમણ અને ઊંચામાં ઊંચા ભાવ રૂ. 370 પ્રતિ મણે વેચાઇ રહ્યા છે…
વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી ખરીદાયેલા આ ઘઉં અલગ અલગ વજન સાથે પોતાના લોગો વાળી બેગોમા પેક કરી રૂ 320-370 માં ખરીદેલા ઘઉંના બજારમાં આમ નાગરિકોને રૂ. 400-450 માં વેંચી અઢળક નફા સાથે લુંટવામાં આવે છે, જેનાથી ખેડૂતો અને આમ નાગરિકોને નુકસાન થઇ રહ્યું છે…
આવી જ રીતે ટુકડા ઘઉંના માર્કેટિંગ યાર્ડ ખાતે નીચામાં નીચા ભાવ રૂ. 325 અને ઊંચામાં ઊંચા ભાવ રૂ. 450 માં ખરીદાયેલ ઘઉં રૂ. 10 ના સામાન્ય ચારણ ખર્ચ સાથે બજારમાં રૂ. 500-550 માં વેચાઈ રહ્યા છે. બજારમાં ઘઉંના ગ્રાહકો સારો માલ થોડો મોંઘો પડે તેવું માનીને અઢળક નફાખોરી સાથે ખરીદી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે વેપારીઓ દ્વારા થતી બહોળી નફાખોરી સ્પષ્ટ દેખાઈ રહી છે….
વર્તમાન કોરોના કહેરમાં લાંબો સમય બંધ રહેલ માર્કેટિંગ યાર્ડ પુનઃ ખુલતા વેપારીઓ દ્વારા અઢળક નફાખોરી કરવામાં આવી રહી છે જેની સીધી નુકસાની ખેડૂતો અને આમ નાગરિકોને થઈ રહી છે. વેપારીઓ દ્વારા સામાન્ય ચારણ ખર્ચ સાથે એક મણ દીઠ રૂ. 80-100 નો વધારો કરવામાં આવે છે, જેથી આ બાબતે જવાબદાર તંત્ર તપાસ કરી તાકીદે પગલા લે તેવી લોકમાંગ ઉઠી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly