વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે હાલ કોરોનાના વિપરીત સમયમાં તાત્કાલિક કોરોના રિપોર્ટ માટે આર.ટી.પી.સી.આર. લેબોરેટરીની પણ‌ તાતી જરૂરિયાત…

વાંકાનેરના નાગરિકો માટે આનંદદાયી સમાચાર સામે આવ્યા છે જેમાં વાંકાનેર વિસ્તાર માટે અતિ મહત્વના અને જેની તાતી જરૂરિયાત હોય તેવા ડાયાલિસિસ સેન્ટરની વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે શરૂઆત કરવામાં આવી છે. બે મહિના પૂર્વે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ યુનીટ શરૂ કરવા માટે આવેલા ડાયાલીસીસના મશીનો બે દિવસ પુર્વે તા.31/05/2021ના રોજ વિધિવત રીતે શરૂ કરી તેનું ઉદ્ઘાટન વાંકાનેર સરકારી હોસ્પિટલના અધિક્ષક દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે વાંકાનેર સરકારી હોસ્પિટલ આર.એમ.ઓ., નર્સિંગ સ્ટાફ, એમ.ઓ., ડાયાલિસિસ ટેકનિશિયન તેમજ ડાયાલિસિસના દર્દીઓન ખાસ હાજર રહ્યા હતા…

ગુજરાતી કહેવત મુજબ ‘ મોતને બાજો એટલે તાવ આવે ‘ની કહેવત સાર્થક બની છે. વાંકાનેરના રાજકીય-સામાજિક આગેવાનોની વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસીસ સેન્ટર ખોલવાની લાંબા સમયની માંગણી આખરે સાર્થક બની છે. વાંકાનેર શહેર અને તાલુકા ભરમાંથી ઘણાબધા કિડનીના દર્દીઓ ડાયાલિસિસ પર નિર્ભર હોવાથી તેઓને ડાયાલિસીસ માટે રાજકોટ-મોરબી જવું પડતું હોય જેમાં આખા દિવસનો સમય તેમાં વેડફાતો હોય જેથી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસીસ સેન્ટર શરૂ થતા હવે આ દર્દીઓના સમયનો બચાવ થશે….

વધુમાં અને અંત્યંત રાહત પુર્ણ બાબતે એ છે કે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે શરૂ થયેલા આ ડાયાલિસિસ સેન્ટરમાં નિશુલ્ક ડાયાલિસિસ સેવા આપવામાં આવતી હોય જેથી ગરીબ નાગરિકોને તેનો ભરપૂર લાભ મળશે….

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આર.ટી.પી.સી.આર. લેબોરેટરીની પણ તાતી જરૂરિયાત…

હાલ કોરોના મહામારીના સમયમાં દર્દીઓ માટે આર.ટી.પી.સી.આર. રિપોર્ટ અતી મહત્ત્વનો હોય જેથી વાંકાનેર વિસ્તારમાં આર.ટી.પી.સી.આર. લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી રિપોર્ટ આવતા બે થી ત્રણ દિવસ લાગતા હોય જેથી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે તાકીદે આર.ટી.પી.સી.આર. લેબોરેટરી શરૂ કરવાની પણ જરુરિયાત ઉભી થઇ છે…

વાંકાનેર વિસ્તારના દર્દીઓના બ્લડના નમૂના બહારગામ લેબોરેટરી ખાતે મોકલાયા બાદ ક્રમ મુજબ ટેસ્ટ થતા હોય જેથી રીપોર્ટ આવતાં બે થી ત્રણ દિવસનો સમય બગાડતો હોય જેથી દર્દીઓની હાલત રિપોર્ટના અભાવે વધુ ગંભીર બને છે. જેથી સંજોગોને ધ્યાનમાં રાખીને સરકાર તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે આર.ટી.પી.સી.આર. લેબોરેટરી શરૂ કરે તેવી વાંકાનેરના નાગરિકોમાં માંગ બુલંદ બની છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

 

 

error: Content is protected !!