મોરબી જીલ્લામાં મહિલા અને બાળકોના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવાની ઉચ્ચ અધિકારીઓની સુચના અન્વયે વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શહેર નજીક આવેલ કેરાળા ગામના સરપંચ દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી કે કેરાળા ગામના જાપા પાસે 40 થી 45 વર્ષની ઉંમરની એક મુક બધીર મહિલા ભૂલા પડી ગયા છે, જેથી બનાવની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી….
બાબતે તપાસ કરતા આ મહિલાનું નામ ખૈરૂનબેન નજીરભાઈ ભટ્ટી (રહે. કાલિકા પ્લોટ, નર્મદા હોલ પાસે, મોરબી) હોવાનું જાણવા મળતાં પોલીસે આ મહિલાનું તેના પરિવારને જાણ કરી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું…
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઈ એન. એ. વસાવા, ભુપતભાઈ પરમાર, જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, જયદીપસિંહ રાઠોડ, પ્રતિપાલસિંહ વાળા, રેશ્માબેન સૈયદ અને સંગીતાબેન નાકીયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…..
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl