વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં દરોડો પાડી સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રોકડ રકમ રૂ. 10,550 સાથે ઝડપી લીધા હતા જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ જતાં પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના કો. શક્તિસિંહ જાડેજા તથા અજીતભાઇ સોલંકીને સંયુક્ત રીતે મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના કુંભારપરા શેરી નં-૩ ખાતે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં ૧). રમજાનઅલી પ્યારેઅલી પંજવાણી (ઉ. વ.૫૯), ૨). મુસ્તુફાભાઇ રેમુશા શાહમદાર (ઉ.વ.૬૦), ૩). મેહુલભાઈ વિનયચંદ મારૂ (ઉ.વ.૪૨), ૪) અશોકભાઇ ધનજીભાઇ ધરજીયા (ઉ.વ.૨૪),
૫). ફારૂખભાઈ બચુભાઈ ભટ્ટી (ઉ.વ.૫૦), ૬). દિલીપભાઇ વ્રજલાલભાઈ કારીયા (ઉ.વ.૬૩), ૭). રમેશભાઇ ઉર્ફે હકાભાઈ તેજાભાઈ ગોરીયા (ઉ.વ.૫૪) કુલ રૂ. 10,550 ના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા જ્યારે અન્ય એક આરોપી ૮) સાગરભાઈ નાનુભાઈ ઉધરેજા ફરાર થઈ જતાં તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર સીટી પોલીસ ટીમના આ કામગીરીમાં પીઆઈ એન. એ. વસાવા, એ.એસ.આઈ હીરાભાઈ મઠીયા, હરપાલસિંહ પરમાર, હરદિપસિંહ ઝાલા, શકિતસિંહ જાડેજા, અજીતભાઇ સોલંકી, દિવ્યરાજસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા, મુકેશભાઈ વાસાણી તથા પ્રતિપાલસિંહ વાળા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…..
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl