મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જીલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાના આચાર્યને બે દિવસ શાળામાં રજા રાખવા જાણ કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઈને વિદ્યાર્થીઓની સલામતી માટે બે દિવસ શાળા બંધ રહેશે, જેથી તા. 14 અને 15 જુન બે દિવસ વિદ્યાર્થીઓ માટે શાળામાં રજા રાખવાની રહેશે…
આ સાથે જ તમામ શાળાના આચાર્યશ્રી તેમજ તમામ શિક્ષકોએ હેડક્વાર્ટ૨ ૫૨ ફ૨જીયાત હાજરી આપવાની રહેશે તેમજ વહિવટી તંત્ર સાથે સંકલન કરી કામગીરી બજાવવાની રહેશે. આ સમયગાળા દરમ્યાન કોઈપણ કર્મચારીની રજા મંજુ૨ ક૨વાની રહેશે નહીં, જેથી ગંભીરતાથી નોંધ લેશો તેનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC