સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં આવતીકાલે 14 માર્ચથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે, ત્યારે જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ બનેલી શિક્ષણ સમિતિ દ્વારા આ બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને બોર્ડની પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેમાં બોર્ડના પેપરો સ્ટ્રોંગ રૂમમાં સિલ કરી વિદ્યાર્થીઓની સંખ્યા બિલ્ડીંગ, બ્લોકમાં બેઠક વ્યવસ્થા, સીટ નબર ફાળવી ઉત્તરવહી અને પુરવણીની ચકાસણી કરવામાં આવી હતી….

મોરબી જીલ્લામાં બોર્ડની પરીક્ષા અંગે ઝોનલ અધિકારી બી.આર, વિડજા અને ભાલોડીયાએ જણાવ્યું હતું કે, ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ થવાની હોવાથી આ પરિક્ષાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બોર્ડની પરીક્ષાનું રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર મોરબીની બોયઝ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યું છે. જેમાં ઉત્તરવહી અને પુરવણીની ચકાસણી તેમજ રૂટ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે સ્થળ સંચાલકથી માંડીને તમામ સ્ટાફને ફાળવી દેવામાં આવ્યો છે અને આ ડિસેપચ તેમજ રિસીવિંગ સેન્ટરમાં આજે બોર્ડની પરીક્ષાના તમામ સિલબંધ કવરમાં પેપરો આવી ગયા છે. જેને અધિકારીઓ અને પોલીસની હાજરીમાં સ્ટ્રોગમાં રૂમમાં સિલ કરી દેવામાં આવ્યા છે.

આવતીકાલથી પરીક્ષા શરૂ થાય ત્યારે નિધારીત સમયે અધિકારીઓ અને પોલીસની હાજરીમાં આ સ્ટોગ રૂમ ખોલશે અને પેપર લીક ન થાય તે માટે તમામ તકેદારી રાખી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. જેમાં અધિકારીઓ અને પોલીસની હાજરીમાં જ સીલબંધ કવરોમાં પેપરો વાહન મારફત જે તે પરીક્ષા કેન્દ્રોમાં મોકલાશે અને પરીક્ષા પુરી થાય બાદ ઉત્તરવહીઓ પોલીસની હાજરીમાં પરત લાવીને સ્ટોગ રૂમમાં ફરી સીલ કરી દેવાશે….

ઉત્તરવહી અને પુરવણી મોટા પ્રમાણમાં આવી ગઈ હોય એની ચકાસણી કરી કઈ બિલ્ડીંગના બ્લોકમાં કેટલી મોકલાવી તેની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવાય છે. ધો.12ના વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને ધો.10ની બોર્ડની પરીક્ષાના અલગ ઝોન ફાળવી તમામ તમામ બિલ્ડીંગના બ્લોકને સીસીટીવીથી સુરક્ષિત કરાયા છે. પરીક્ષામાં ગેરરીતિની ચકાસણી માટે રાજ્યની સ્ક્વોડ ઉપરાંત સ્થાનિક કક્ષાએ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કલાસ વન-ટુ ના અધિકારીઓ સુપરવિઝન કરશે. આ ઉપરાંત પરીક્ષાના પેપરો પણ સીસીટીવી સમક્ષ અને બે વિદ્યાર્થીઓની સહી તેમજ સ્થળ સંચાલક અને પોલીસની હાજરીમાં ખોલીને વિતરણ કરાશે, જ્યારે દિવ્યાગો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જિલ્લાના કુલ 49 દિવ્યાંગ વિધાર્થીઓ માટે દરેક બિલ્ડીંગમાં ભોંયતળિયે પહેલા બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમને લહિયાની મંજૂરી મળી હશે એમને લહિયા સાથે પરીક્ષા આપવા દેવાશે. જ્યારે રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓ માટે અલગ નહિ પણ અન્ય સામાન્ય વિદ્યાર્થીઓ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!