મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ કામના આરોપીઓએ વજેપર ગામની સીમમાં આવેલ જમીનમાં ભાગીદારી કરાર કરવાનું હોવાની હકીકત જણાવી આરોપીઓએ ખોટા આધા૨ા કાર્ડ બનાવી ફરીયાદીને ખોટા ખાતેદાર તરીકેનું નામ ધારણ કરી ખોટા સાક્ષી રાખી પુર્વ આયોજીત કાવતરું રચી આરોપીઓએ ખોટા આધારકાર્ડ બનાવડાવી ભાગીદા૨ી ક૨ા૨માં કે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કરી આરોપીઓએ ખાતેદાર તરીકે ખોટુ નામ દર્શાવી ખોટુ ભાગીદારી કરાર કરી ફ૨ીયાદીને જમીનમાં ભાગીદારી કરાર કરી વચન આપી વીશ્વાસ આપી ફરીયાદી પાસેથી રૂપીયા લઈ ૨કમ ઓળવી જઈ ફરીયાદી સાથે વીશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોવાની ફરીયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

જેમાં આરોપી દયા૨ામભાઈ પુજાભાઈ ડાભી ત૨ફથી મોરબી જીલ્લાના પ્રખ્યાત યુવા ધારાશાસ્ત્રીશ્રી જીતેન ડી. અગેચાણીયા રોકાયેલ જેમણે આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે, આરોપીનો કોઈ ગુનાહીત ઈતીહાસ નથી, આરોપીએ આવો કોઈજ પ્રકારનો ગુનો કરેલ નથી, પોલીસે અમારી વીરુધ્ધ ખોટો ગુનો દાખલ કરી ખોટી રીતે અટક કરેલ છે. આરોપી પાસેથી કોઈ રકમ રીકવર કરવામાં આવેલ નથી. આરોપી નાસી ભાગી જાય તેમ નથી.

જે તમામ હકીકત ધ્યાને લઈ જામીન પર મુક્ત ક૨વા દલીલ ક૨વામા આવી હતી, જેમાં બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કર્યા હતા. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી શ્રી જીતેન અગેચાણીયા, પ્રતીક બી. બારોટ, શ્રી દીલીપ અગેચાણીયા, જે. ડી સોલંકી, હીતેશ પટેલ, રવી ચાવડા રોકાયેલા હતા….

 

error: Content is protected !!