પોલીસે વોચ ગોઠવી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો, બુટલેગર કાર મુકી ફરાર….

મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વોચ ગોઠવી વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર આવેલ નિર્મળ જ્યોત પેટ્રોલ પંપની સામેથી એક સ્વીફટ કારમાંથી 94 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જેમાં આરોપીને પોલીસની જાણ‌ થતાં તે કાર સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હતો…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના સ્ટાફને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે, આરોપી પ્રવીણભાઇ શીવાભાઇ જોગરાદીયા(રહે. ગુંદાળા તાજસદણ જી.રાજકોટ) પોતાની સ્વીફટ કાર નં. GJ 03 CE 2280 માં વિદેશી દારૂનો જથ્થો ભરી વાંકાનેરથી મોરબી તરફ ડીલીવરી આપવા જતો હોય જેના આધારે પોલીસે વાંકાનેર-મોરબી હાઇવે પર નિર્મળ જ્યોત પેટ્રોલપંપ સામે હકિકત વાળી ગાડીની વોચ ગોઠવી ગાડી રોકાવવા પ્રયત્ન કરતા આરોપી ગાડી સર્વિસ રોડ ઉપર ઉભી રાખી કાર મુકી ફરાર થઈ ગયો હતો…

બાદ પોલીસે સ્વિફ્ટ કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની 94 બોટલો જેની કિંમત રૂ. 45,825 તથા સ્વીફટ કાર કી રૂ. 1,50,000 સહિત કુલ રૂ. 2,06,725નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!