આ એમ્બ્યુલન્સ સેવા ફક્ત નોન ઈમરજન્સી સેવા માટે વાંકાનેર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માટે કાર્યરત રહેશે…
વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય મર્હુમ મુશર્રફઅલી સૈયદની યાદીમાં મશાયખી મોમીન યુથ કાઉન્સિલ ઓફ વાંકાનેર દ્વારા વાંકાનેર શહેર અને આજુબાજુ(10 કી.મી.)ના નાગરિકો માટે નોન ઈમરજન્સી સેવા માટે મીની એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી છે….
વાંકાનેર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે ફક્ત નોન ઈમરજન્સી સેવા માટે ફ્રીમાં આ મીની એમ્બ્યુલન્સ નું લોકાર્પણ મોમીન સમાજના ધર્મગુરૂ અને વાંકાનેરના પુર્વ ધારાસભ્ય સૈયદ ખુરશીદ હૈદર પીરઝાદા (મીર સાહેબ) ના હાથે ખાનકા-એ-હુસૈની, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું. આ ફ્રી મીની એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવા માટે વાંકાનેર એસ.એમ.પી. ગ્રુપના સ્થાપક મોઈન પીરઝાદાના મોબાઈલ નંબર 9714348692 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે…
આ કાર્યક્રમમાં વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, વાંકાનેર એપીએમસીના પુર્વ ચેરમેન ઈરફાન પીરઝાદા, વર્તમાન એપીએમસી ચેરમેન શકીલ પીરઝાદા, સૈયદ અજમત રાણા, મોહંમદભાઈ મંત્રી, સીએ જાહીદ ગઢવારા, આબીદ ગઢવારા, નુરમહંમદભાઈ કબાટવારા સહિતના હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly