મોરબીની વી.સી. ટેકનિકલ હાઇસ્કૂલ ખાતે ૧૭ જૂને કેમ્પ યોજાશે : ફેર બદલી કેમ્પમાં જરુરી આધાર પુરાવા સાથે હાજર રહેવા અનુરોધ…

જિલ્લા ફેર બદલીથી મોરબી જિલ્લામાં આવવા માંગતા અને અન્ય જિલ્લા/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નોકરી કરતા પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકોનો જિલ્લા ફેર બદલી સ્થળ પસંદગી કેમ્પ આગામી તા.૧૭/૦૬/૨૦૨૧ ગુરૂવારના રોજ ધી વી. સી. ટેકનિકલ હાઇસ્કૂલ, વી.સી. ફાટક સામે, મોરબી ખાતે રાખવામાં આવેલ છે….

ફેર બદલી કેમ્પમાં સવારે ૦૯:૦૦ કલાકે ધો ૧ થી ૫, બપોરે ૧૩:૩૦ કલાકે ભાષા, બપોરે ૧૫:૦૦ કલાકે સામાજિક વિજ્ઞાન, બપોરે ૧૬:૩૦ કલાકે ગણિત-વિજ્ઞાન નો જિલ્લા ફેર બદલી સ્થળ પસંદગી કેમ્પ યોજાશે….

મોરબી જિલ્લાની આખરી શ્રેયાનતા યાદી મુજબ જિલ્લા ફેર બદલી કેમ્પમાં જરુરી આધાર પુરાવા સાથે હાજર રહેવા અર્થે ધો. ૧ થી ૫ માં ખાસ કેટેગરીમાં ક્રમ નં: ૧ થી ૫, એકતરફી કેટેગરીમાં ક્રમ નં:૧ થી ૧૧૫, ભાષા માં ખાસ કેટેગરીમાં ક્રમ નં: ૧ થી ૯, એકતરફી ક્રમ નં: ૧ થી ૪૦,

ગણિત-વિજ્ઞાન માં ખાસ કેટેગરીમાં ક્રમ નં: ૧ થી ૧૮, એક તરફી કેટેગરીમાં ક્રમ નં:૧ થી ૪૦, સામાજિક વિજ્ઞાનમાં ખાસ કેટેગરીમાં ક્રમ નં: ૧ થી ૪, એક તરફી, ક્રમ નં:૧ થી ૨૫ મુજબ કોલ લેટર આર.પી એડી. મારફતે તમામ શિક્ષકોને મોકલવામાં આવેલ છે તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એમ. સોલંકી શ્રીએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!