વાંકાનેર શહેર ખાતે મહિલાઓના રોજગાર માટે સતત પ્રયત્નશીલ એવી કેલ્ડ્રીજ કંપની અને પ્રથમ સંસ્થા દ્વારા મહિલાઓને દશ દિવસના બ્યુટી પાર્લર તાલીમ આપવામાં આવે છે, જેમાં બ્યુટી પાર્લર અંગે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જેના વિવિધ તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે…

આ તાલીમ વર્ગમાં તાલીમ દરમિયાન મહિલાઓને ડીજીટલ સર્વિસ વિશે માહિતી આપવામાં આવે છે જેથી મહિલાના કામના સુધાર્રો થશે અને આવકમાં પણ વધારો થઇ શકશે. આ સમગ્ર તાલીમનું સંચાલન સંસ્થાના મોહિત સરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. વર્ગમાં તાલીમ લેનાર દરેક મહિલાને સર્ટીફીકેટ અને કામને ઉપયોગી કીટ પણ આપવામાં આવશે જે તાલીમ નિશુલ્ક રહેશે…

આ સાથે જ કેલ્ડ્રીજ કંપની તથા પ્રથમ સંસ્થા દ્વારા કડીયા, પેઈન્ટર, ઈલેક્ટ્રીશન, બ્યુટી પાર્લર સહિતના વિવિધ પ્રકારના રોજગાર લક્ષી કાર્યક્રમો ચલાવવામાં આવે છે. જેમાં જોડાવવા ઈચ્છતા તમામને મો. 82007 17122 (ઇમ્તીયાજ બાદી, પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન) પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે….


વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq

error: Content is protected !!