મોરબી જિલ્લામાં બે પીઆઈ અને બે પીએસઆઇની આંતરી બદલી કરવામાં આવી….
મોરબી જીલ્લામાં તાજેતરમાં પ્રોબેશન પીરીયડ પૂર્ણ થયા બાદ મોરબી જીલ્લામાં મુકાયેલા બે પોલીસ ઇન્સ્પેકટરોને અલગ અલગ જગ્યાએ પોસ્ટીંગ આપવામાં આવી છે. સાથે જીલ્લામાં બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની પણ બદલી કરવામાં આવી છે….
મોરબી જીલ્લામાં લીવ રીઝર્વમાં રહેલ પીઆઈ એન. એ. વસાવાને ખાલી પડેલ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પી.આઇ. તરીકે નિમણૂક આપવામાં આવી છે. સાથે જ પીઆઈ કે. જે. માથુકીયાને હળવદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે….
આવી જ રીતે હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એ. એ. જાડેજાની મોરબી સીટી એ ડીવીઝન ખાતે જયારે મોરબી એ ડીવીઝનમાં ફરજ બજાવતા આર. પી. જાડેજાની જીલ્લા કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq