ગરાસીયા બોર્ડિંગ ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા…
ભારતીય જનતા પાર્ટીના વાંકાનેર શહેર યુવા મોરચા દ્વારા ગઇકાલના રોજ શહેરની પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા ભાજપ અગ્રણી કેશરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 65 જેટલા રક્તદાતાઓએ , રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ આ કેમ્પમાં વાંકાનેર વિસ્તારના ભાજપ અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા….
સુભાષચંદ્ર બોઝના જન્મ દિવસ નિમિત્તે વાંકાનેર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પમાં વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પી.જી.વી.સી.એલ કર્મચારી રામાનુજ પ્રધ્યુમનભાઈ નટવરલાલ દ્વારા 110મી વખત રક્તદાન કરતા તેમનું યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા તથા અમરશીભાઈ મઢવી દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો, કિશાન મોરચાના હોદેદારો, મહિલા મોરચાના હોદેદારો સહિતના ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા….
આ રક્તદાન કેમ્પમાં વાંકાનેર ભાજપ અગ્રણી કેશરીદેવસિંહ ઝાલા, યુવા ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ, અશ્વિનભાઈ રાવલ, યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ ઋષિરાજસિંહ ઝાલા , મહામંત્રી નિતેશ પાટડિયા સહિત વિવિધ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq