તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેરની રજૂઆત સફળ : બે વર્ષથી બંધ પડેલ કામ પુનઃ શરૂ…
વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર ત્રણ વર્ષ અગાઉ સર્વિસ રોડના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણસર આ કામને બંધ કરવામાં આવ્યું હતુ જે કામ છેલ્લા બે વર્ષથી બંધ હોવાથી ગામલોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય જેથી વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેર દ્વારા બાબતે કેબિનેટ મંત્રી પુર્ણેશભાઈ મોદીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી જે રજુઆત સફળ થતાં આ સર્વિસ રોડનું કામ પુનઃ શરૂ કરવામાં આવી છે….
બાબતે તાલુકા પંચાયત સદસ્ય જીજ્ઞાસાબેન મેર દ્વારા ગત તા. ૦૫/૧૦ ના રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદીને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી આ સર્વિસ રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં માંગ કરવામાં આવી હતી જે રજુઆત સફળ થતાં મહિકા સર્વિસ રોડનું કામ પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. જેથી બાબતે જીજ્ઞાશાબેન મેર દ્વારા મહિકા ગામના નાગરિકો વતી કેબિનેટ મંત્રી પુર્ણેશભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT