ભુતિયા નળ કનેકશન બંધ કરવાના બહાને વર્ષોથી વેરા ભરતા કાયદેસરના નળ કનેકશન ધરાવતા નાગરિકોને પાણી વિતરણ બંધ કરાયું, નિંભર તંત્રના વાકે હેરાનપરેશાન થતા નાગરિકો : મહિલાઓનો જવાબદાર અધિકારી સામે મોરચો….
વાંકાનેર શહેર ખાતે આવેલા આશિયાના સોસાયટીના નાગરિકો સાથે પાણી વિતરણ બાબતે નગરપાલિકા તંત્ર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેમાં વાંકાનેર નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ભુતિયા નળ કનેકશન બંધ કરવાના બહાને વર્ષોથી વેરા ભરતા કાયદેસરના પાણી કનેક્શન ધરાવતા નાગરિકોને પણ પાણી વિતરણ બંધ કરવામાં આવતા હોબાળો મચી ગયો છે….
બાબતે વાંકાનેર નગરપાલિકા તંત્રના પાપે ભર શિયાળે પણ પાણી માટે વલખાં મારતા નાગરિકોએ બંધ પાણી વિતરણ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા પાણી આપવાની ચોખ્ખી ના પાડતાં આજે કંટાળી નાગરિકોએ બાબતે વાંકાનેર પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પાણી આપવા માંગ કરી હતી….
બાબતે સ્થાનિક નાગરિકો પાસેથી મળતી વિગતો મુજબ વાંકાનેર નગરપાલિકા દ્વારા આશિયાના સોસાયટીમાં તમામ કરવેરા ભરતાં નાગરિકોને નળ કનેક્શન આપી વર્ષોથી સમયમર્યાદામાં પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હોય જેમાં પાલિકા તંત્ર દ્વારા અચાનક આખી સોસાયટીનું પાણી કનેક્શન કટ કરવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. બાબતે નગરપાલિકાના જવાબદાર અધિકારી દ્વારા ભુતિયા નળ કનેકશન બંધ કરવા માટે આખી સોસાયટીનું પાણી કનેક્શન કપાતાં કાયદેસર નગરપાલિકામાં તમામ કરવેરા ચુકવાતા નાગરિકોને પણ પાણી વિતરણ ઠપ્પ થતાં નાગરિકો હેરાનપરેશાન થઇ ગયા છે….
જેથી આ વિસ્તારના નાગરિકો આજે પ્રાંત અધિકારી પાસે પહોંચી લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પાણી વિતરણ પુનઃ શરૂ કરવા માંગ કરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT