વાંકાનેર તાલુકાના ગામડાઓમાં શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે ગ્રામ પંચાયતોની ચૂંટણીનો બરાબર માહોલ જામ્યો છે ત્યારે હાલ ચાલતી ચુંટણી પ્રક્રિયામાં ગઈકાલ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઘણા ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા આજે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં વાંકાનેર તાલુકાની કુલ 83 ગ્રામ પંચાયતોમાંથી 16 ગ્રામ પંચાયતો બિનજરૂરી જાહેર કરવામાં આવી છે…
વાંકાનેર તાલુકામા 83 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 16 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ તેમજ 5 પંચાયતમાં ફક્ત સરપંચ બિનહરીફ અને 151 પંચાયતમાં વોર્ડના સભ્યો સમરસ જાહેર થયા છે…
વાંકાનેર તાલુકામાંથી 16 ગ્રામ પંચાયતો બિનહરીફ થતા હવે આગામી 19 ડિસેમ્બરે 67 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યો માટે મતદાન યોજાશે જેમાં 5 પંચાયતમાં માત્ર વોર્ડની ચૂંટણી માટે મતદાન થશે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT