ગઈકાલ તા.15 ના રોજ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાના વરદ હસ્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે નવ નિર્માણ પામેલ 12,700 ચો. ફુટના આધુનીક ફાર્મર શેડ અને ગોડાઉનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય પીરઝાદાએ વાંકાનેર માર્કેટયાર્ડ મેનેજમેન્ટની ખેડૂત હિતની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમજ માર્કેટયાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ યાર્ડની પાંચ વર્ષની સફળ કામગીરીનું વર્ણન કર્યુ હતું…
આ ઉદ્ઘાટન પ્રસંગે માર્કેટિંગ યાર્ડના પુર્વ ચેરમેન ઈરફાન પીરઝાદા, આહમદભાઈ શેરસીયા, સબીરભાઈ મોમીન અને રસુલભાઈ કડીવારને હાજર મહાનુભાવોના હાથે ફુલ-હારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુનુસભાઈ શેરસીયા(નેતા, વિરોધ પક્ષ, તાલુકા પંચાયત-વાંકાનેર), હરદેવસિંહ જાડેજા (જીલ્લા પંચાયત સદસ્ય, મોરબી),
નવધણભાઈ મેધાણી(મોરબી જીલ્લા પંચાયત સદસ્ય), કરશનભાઈ લુંભાણી, ઈસ્માઈલભાઈ બાદી(તાલુકા સંધ પ્રમુખ), પ્રભુભાઈ વિજવાડીયા (પુર્વ ઉપપ્રમુખ, જીલ્લા પંચાયત મોરબી), ગુલામભાઈ પરાસરા(પુર્વ ઉપપ્રમુખ જીલ્લા પંચાયત મોરબી), અબ્દુલભાઈ બાદી (રાજકોટ જીલ્લા દુધ સંધ),
હસનભાઈ બક્ષી(જીલ્લા ખરીદ વેચાણ સંધ સદસ્ય), ગોહેલભાઈ (વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ), માર્કેટયાર્ડના ડિરેકટરો અમીયલભાઈ કડીવાર, ગુલાબભાઈ બાદી, પરબતભાઈ ડાંગર, ઉસ્માનભાઈ મરડીયા, હુશેનભાઈ ભોરણીયા સહીત સમગ્ર વાંકાનેર તાલુકાના સહકારી સંસ્થાના અગ્રણીઓ તથા યાર્ડના વેપારીઓ, કમીશન એજન્ટો અને ખેડૂતો ઉપસ્થિત રહયા હતા…
આ ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ માર્કેટયાર્ડના ડિરેકટર અતુલભાઈ કમાણી અને રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય વીજયભાઈ
બોરડ વિશેષ હાજર રહ્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન અશ્વીનભાઈ મેધાણી તેમજ આભાર વિધી યાર્ડના ડિરેકટર અલીભાઈ બાદીએ કરી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf