વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામની સીમમાં આવેલ એક વાડીમાં કોઈ શખ્સો બહારથી માણસો બોલાવી જુગારના સાધન-સગવડ પુરી પાડી જુગારધામ ચલાવતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી રાજકોટથી જુગાર રમવા આવેલ એક મહિલા સહિત આઠ આરોપીઓને રોકડ રકમ રૂ. 49,500 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામની સીમમાં આવેલ એક વાડીમાં આરોપી હકાભાઇ લીંબાભાઇ ચૌહાણ જુગારના સાધનો પુરા પાડી જુગાર કલબ ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી વાડીની ઓરડીમાં જુગાર રમતા હકાભાઇ લીંબાભાઇ ચૌહાણ(રહે.ધીયાવડ), અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા, (રહે. રેલનગર અમૃત-ર, સનરાઇઝ સ્કુલની બાજુમાં, રાજકોટ),

જીજ્ઞેશભાઇ ખીમજીભાઇ વાવડીયા, (રહે. કોઠારીયા રોડ, ઘનશ્યામનગર, રાજકોટ), અજયભાઇ મનસુખભાઇ સોંલકી(રહે. કોઠારીયા રોડ, ઘનશ્યામ નગર, રાજકોટ), નીલેશભાઇ જગદીશભાઇ દાણીધારીયા(રહે. કોઠારીયા રોડ, રાધેશ્યામ સોસાયટી, રાજકોટ), રાજુભાઇ ગોબરભાઇ ખસીયા(રહે. સહકાર મેઇન રો,ડ મેઘાણી નગર, બંધ શેરી, રાજકોટ), ચીરાગભાઇ દીલીપભાઇ વ્યાસ(રહે. ગાંધીગ્રામ, લાખના બંગલા નજીક, રાજકોટ) અને ભકિતબેન જેન્તીલાલ રાજગોર(રહે. છત્રપાલ શીવાજી ટાઉનશીપ રેલનગર, રાજકોટ)ને ઝડપી લીધા હતા…

પોલીસે આ દરોડામાં ઝડપાયેલા આઠેય આરોપીઓ પાસેથી કુલ મળી રોકડ રકમ રૂ. 49,500 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!