રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશ મેરજાને મોરબી સર્કિટ હાઉસ ખાતે રૂબરૂ મળી વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રી દ્વારા રજુઆત કરવામાં આવી…
છેલ્લા ઘણા સમયથી વાંકાનેર નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોય અને અત્યાર સુધી ઇન્ચાર્જથી કામ ચલાવાતું હોય જેથી આ બાબતે આજે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રી દ્વારા રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશ મેરજાને લેખીતમાં રજૂઆત કરી તાત્કાલિક કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરવા માંગ કરવામાં આવી છે…
બાબતે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી અને મહામંત્રી કે. ડી. ઝાલા દ્વારા આજરોજ મોરબી સર્કિટ હાઉસ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાને રૂબરૂ મળી વાંકાનેર નગરપાલિકામાં નવા ચીફ ઓફિસરની કાયમી ધોરણે નિમણુક કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી…
આ સાથે જ વધુમાં તેમણે પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે, વાંકાનેર શહેરમાં અનિયમિત સાફ સફાઈ અને અનિયમિત પાણીના પ્રશ્નો, સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો, રોડ રસ્તાના સહિતના પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિકાલ સહિતની કામગીરી કરવામાં આવી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf