વાંકાનેર તાલુકા પોલીસ ટીમ મેસરીયા ચેકપોસ્ટ નજીક વાહન ચેકીંગમાં હોય દરમ્યાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઇક ચાલકને રોકવાનો ઈશારો કરતા બાઇક ચાલક ફરાર થવાનો પ્રયાસ કરતા તેનો પીછો કરી ગારીડા ગામ નજીકથી તેને દેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ મેસરીયા ચેકપોસ્ટ નજીક પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઇક ચાલકને રોકવાનો પ્રયત્ન કરતા બાઈક ચાલકે બાઈક હંકારી મૂકતા તેનો પીછો કરી ગારીડા ગામ નજીક ઝડપી તેની તલાસી લેતાં તેની પાસેથી 100 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બાઈક ચાલક આરોપી કમલેશ ધીરૂભાઇ ઉઘરેજા(ઉ.વ. ૨૦)ની ધરપકડ કરી આ બનાવમાં અન્ય આરોપી ભરતભાઈ ધાંધલ અને મોહનભાઈ તેજાભાઈ પરમારનું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં ધર્મેન્દ્રસિંહ અનિરૂઘ્ધસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ભીખુભા ચુડાસમા, અકિલભાઈ હાસમભાઈ બાંભણીયા અને રવિભાઈ લાભુભાઈ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2