આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મહીકા ખાતે ગઇકાલે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિકા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના 117 જેટલા દર્દીઓએ આ નિદાન કેમ્પનો લાભ લીધો હતો….
આ સર્વરોગ નિદાન કેમ્પમાં ગાયનેક OPD, જનરલ OPDમાં બી.પી., ડાયાબિટીસ અને અન્ય સામાન્ય સારવાર અને સલાહ, લોહીની તપાસ માટે લેબોરેટરી , નિરામય કાર્યક્રમ અંતર્ગત બીપી, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોનું સ્ક્રીનીંગ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ PMJAY કાર્ડ કાઢવા, ગામના દરેક વ્યકિતના ABHA કાર્ડ કાઢવા જેવી વિવિધ સેવાઓ આપવામાં આવી હતી. આ તકે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરસિયાના માર્ગદર્શન હેઠળ મેસરીયા મેડિકલ ઓફિસર ઇન્ચાર્જ ડૉ. સાહિસ્તા કડીવાર,
ડૉ. અજય ચાવડા, ડૉ . સુજાતા ચુડાસમા, મેલ હેલ્થ સુપરવાઈઝર મકવાણા હિરાભાઈ, CHO એંજલબેન પ્રવાસી, RBSK MO ડૉ. નિલેશ ધનાણી, RBSK FHW ઝાલા સોનલબેન, FHW જાસિરા બાદી, ભાવેશભાઈ અટુલિયા અને વિશાલ વાઘેલા સહિતનાએ સેવા આપી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC