૨૧ તોલા સોનાનો ધૂપ આપ તો પેટીમાંથી દસ કરોડ નિકળશે કહી ખેડૂત પાસેથી રૂ. 22.78 લાખની ઠગાઇ કરી….
અમરેલી જીલ્લાના દામનગર વિસ્તારમાં આવેલ કાચરડી ગામના એક ખેડૂતને ચમત્કારથી 10 કરોડ અપાવી દેવાની લાલચ માં નાખી રૂ. 22.78 લાખની છેતરપીંડી કરવાના બનાવમાં અમરેલી એલસીબી પોલીસ ટીમે વાંકાનેર વિસ્તારના ત્રણ ઠગને ઝડપી લીધા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી એલસીબીની ટીમે ચમત્કાર કરી 10 કરોડ આપવાની લાલચ આપી છેતરપીંડી કરવા અંગે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામના સલમાનનાથ ઉર્ફે ટપાનાથ બબાનાથ બામણીયા (ઉ.વ.29) જાનનાથ ઉર્ફે જીયાનાથ ભુરાનાથ પરમાર (ઉ.વ.38) અને તુફાનનાથ પોપટનાથ પરમાર (ઉ.વ.40)નામના શખ્સોની ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્સોએ દામનગર તાબાના કાચરડી ગામના ખેડૂત ધીરૂભાઇ ડાયાભાઇ કુકડીયાને લાલચમા નાખી શીશામા ઉતાર્યા હતા.
જેમાં ગત ઓકટોબર માસમા આ શખ્સો સાધુ વેશ ધારણ કરી કાચરડીના ખેડૂતની વાડી પાસે આવ્યા હતા અને ચમત્કારોની વાતો કરી ખેડૂતને ભેાળવ્યો હતો. આ ખેડૂતને એક પેટીમાંથી રૂપિયા 10 કરોડની રોકડ રકમ નીકળશે તેમ કહી આ પેટીને 21 તોલા સોનાનો ધુપ આપવાના બહાને બે વખત મળી 22 લાખની વધુની રકમ પડાવી હતી,
જે અંગે ફરિયાદ નોંધાયા બાદ અમરેલી પોલીસ વડા હિમકર સિંઘની સુચનાથી એલસીબી પીઆઇ એ.એમ.પટેલ અને તેની ટીમે ઠેબી ડેમના પાળા પાસેથી રૂપિયા 21.24 લાખની રોકડ રકમ, 52 હજારની સોનાની રૂદ્રાક્ષની માળા તથા 42 હજારની કિમતનો સોનાનો ચેઇન સહિત કુલ રૂ. 22.18 લાખના મુદામાલ સાથે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC