વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ નજીક આવેલ મોડર્ન વિદ્યાલય ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓ જરૂરી સમયે સ્વબચાવ કરી શકે તે માટે અગીયાર દિવસની ‘ મહિલા સ્વરક્ષણ તાલિમ શિબિર ‘નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ માટે જરૂરી વિવિધ દાવો શિખવવામાં આવ્યા હતા….

મોરબી જિલ્લા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાની અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની તાલીમ આપવા માટે શિબિરોનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગઇકાલે આ શિબિર પીપળીયા રાજ નજીક આવેલ મોડર્ન વિદ્યાલય ખાતે યોજાઇ હતી, શાળાની ધોરણ ૬ થી ૧૨ ની વિદ્યાર્થીની બહેનોને ૧૧ દિવસ માટે મહિલા સ્વરક્ષણ માટે તાલિમ આપવામાં આવેલ હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!