વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદીના પુલ પરથી પસાર થતા એક એક્ટિવા ચાલક વૃદ્ધને ગત તા. ૨૯ના રોજ સવારે એક ડમ્પર ચાલકે હડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો જેમાં ગંભીર ઇજાના કારણે વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જેથી આ બનાવમાં મૃતકના દીકરાએ વાંકાનેર સિટી પોલીસમાં ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં મધુવન પાર્ક શેરી નં-૩ માં રહેતા હરેશભાઈ નરોત્તમભાઈ જાદવ (ઉ.વ. ૪૯)એ વાંકાનેર સિટી પોલીસમાં ડમ્પર નંબર GJ 3 BW 6545 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૨૯ ના રોજ સવારે નવ વાગ્યે ફરિયાદીના પિતા નરોત્તમભાઈ કાનજીભાઇ જાદવ (ઉ.વ. ૭૩) પોતાના એકટીવા નંબર GJ 3 CN 8844 લઈને વાંકાનેર શહેર નજીક મચ્છુ નદીના પુલ પરથી પસાર થઈ રહ્યા હોય ત્યારે ઉપરોક્ત ડમ્પરના ચાલકે વૃદ્ધના બાઈકને હડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ફરિયાદીના પિતા પર ટ્રકના વ્હિલ ફરી જતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું…

બનાવ બાદ અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી આ બનાવમાં મૃતક વૃદ્ધના દીકરાની ફરિયાદ પરથી વાંકાનેર સિટી પોલીસે ઉપરોકત ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!