વાંકાનેર શહેર નજીક આવેલ ધરમનગર ગામ ખાતે ગત તા. ૨૬ ના રોજ મોડી રાત્રીના આવેલ ભારે પવન સાથેના વરસાદના કારણે અહીં રહેતા ઘણાબધા ગરીબ પરિવારોના ઘરોને ભારે નુકસાની પહોંચી હતી જેથી આ લોકોને સરકાર તરફથી નુકસાનીનું વળતર આપવા માટે સ્થાનિકોએ માંગ કરવામાં આવી છે…

બાબતે ગત તા. ૨૬ ની રાત્રીના વાંકાનેર વિસ્તારમાં આવેલ મીની વાવાઝોડા દરમ્યાન વાંકાનેરની ધરમનગર ગ્રામ પંચાયત કચેરી હેઠળ આવતા વિસ્તારમાં રહેતા પનારા ચતુરભાઈ છન્નાભાઈ, ભાવેશભાઈ ગોરધનભાઈ, ધીરાભાઈ રતાભાઇ, ગોરધનભાઈ હમીરભાઇ, રાજેશભાઈ ધીરુભાઈ, સંજયભાઈ ધીરુભાઈ, વશરામભાઈ નાજાભાઇ,

અશોકભાઈ નાજાભાઇ, જેસાભાઇ ભલાભાઇ, દિનેશભાઈ નાજાભાઇ અને કલાભાઈ વગેરેના ઘરના નળિયા વાવાઝોડામાં ભારે પવનના કારણે ઉડી ગયા હતા જેના કારણે તેઓને નુકસાન પહોંચી હતી જેથી આ બાબતે ધરમનગર ગામના તલાટી મંત્રી સ્થળ પર પહોંચી થયેલ નુકસાનીનો રિપોર્ટ કરી બનાવની જાણ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને કરી હતી જેથી આ બાબતે સ્થાનિકોને તાત્કાલિક નુકસાનનીનું વળતર આપવા માંગ કરવામાં આવી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!