બાઈક પર આવેલા બે શખ્સોએ ગાડીના સાઇડના દરવાજાનો કાચ તોડી પૈસાના થેલાની ઉઠાંતરી કરી ફરાર….

વાંકાનેર શહેર ખાતે આવેલ ધારાસભ્યના કાર્યાલય બહારથી આજે બપોરના સમયે દિન દહાડે બાઈક પર આવેલા બે શખ્સોએ સાઈડમાં પાર્ક કરેલી બોલેરો ગાડીના સાઇડના દરવાજાનો કાચ તોડી રૂ. ૬૦,૦૦૦ ભરેલા થેલાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેથી આ બનાવની અરજદારે વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ કરી છે…..

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ ખાતે રહેતા મહમદભાઇ અમીભાઈ કડીવાર આજે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ વાંઢા લીમડા ચોક ખાતે હોય ત્યારે તેમની ઓફિસનો સ્ટાફ તેમને રૂ. ૬૦,૦૦૦ રોકડ આપી ગયેલ જ્યાંથી તેઓ પોતાની બોલેરો ગાડી નં. GJ 03 HK 0316 લઈને ધારાસભ્યના કાર્યાલય બહાર ગાડી પાર્ક કરી ઈરફાન પીરઝાદાના ઘરે કોઈ કામસર ગયા હોય ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ દિન દહાડે તેમની ગાડીના સાઇડના દરવાજાનો કાચ તોડી તેમાં પડેલ રૂ. ૬૦,૦૦૦ રોકડા લઈને ફરાર થઈ ગયા હતા, જેથી આ બનાવની જાણ મહમદભાઇએ વાંકાનેર સીટી પોલીસને કરી હતી…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!