આજ રોજ વાંકાનેર ભાજપ અગ્રણી તથા મહારાજા કેશરીદેવસિંહ ઝાલા દ્વારા સેક્શન અધિકારી એન.વી પટેલ, વર્ક આસિસ્ટન્ટ એચ. જે. જાડેજાની ઉપસ્થિતિમાં મચ્છુ 1 ડેમ ખાતે કેનાલનો વાલ ખોલી સિંચાઇ માટે પાણી છોડવામાં આવતા મચ્છુ ૧ સિંચાઇ યોજનાનો લાભ લેનાર ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે. આ તકે શહેર ભાજપના મહામંત્રીઓ કે. ડી. ઝાલા તથા દીપક પટેલ, ઉપપ્રમુખ અમિત શાહ, જિલ્લા પોલીસ સલાહકાર સમિતિના સભ્ય અમરશીભાઈ મઢવી, તાલુકા ભાજપ અગ્રણી ક્રિપાલસિહ ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા….
ગત ચોમાસામાં મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થયો હતો જેને અનુસંધાને તા. ૧૬/૧૧/૨૧ ના રોજ સિંચાઇ સલાહકાર સમિતિની મિટિંગમા નક્કી થયા મુજબ મચ્છુ 1 સિંચાઇ યોજનાના કમાન વિસ્તારમાં રવિ પાક 2021-22 ની સીઝન માટે આશરે 3000 હેકટર વિસ્તારમાં 6 પાણ (પિયત) માટે આજ રોજ નહેર ખોલવામાં આવેલ. હાલની સ્થિતિએ ડેમની પાણીની ક્ષમતા 2435 એમ.સી. એફ ટી. ની સામે 2212 એમ.સી. એફ ટી. પાણી ઉપલબ્ધ છે. ડેમની સપાટી 49 ફૂટ ની સામે 48.20 ફૂટ ડેમની ઊંડાઈ છે.
કમાન વિસ્તારમાં પાણીની માંગણીને ધ્યાને લેતા પીવાના પાણીને અનામત રાખ્યા બાદ અંદાજે 1200 એમ.સી. એફ ટી. પાણી નું 6 પાણ પિયત માટે આપવામાં આવશે જે 90 થી 100 દિવસ રવિ પાક માટે પાણી વિતરણ કરવામાં આવશે. જેમાં મચ્છુ 1 સિંચાઇ યોજનામા કમાન વિસ્તારમાં સમાવિષ્ઠ ગામોમાં વાંકાનેર તાલુકાના 19, ટંકારા તાલુકાના 8 તેમજ મોરબી તાલુકાના 3 મળી કુલ 30 ગામોને સિંચાઇ યોજનાનો લાભ મળશે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT