વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ આજે વહેલી સવારે ઓવરફ્લો થતાં વાંકાનેર વિસ્તારમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે, ત્યારે આજરોજ ડેમ ખાતે નવનિયુક્ત રાજ્યસભા સાંસદ મહારાણા રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે શાસ્ત્રોક વિધિ પ્રમાણે ધડી મોળ્યો, ચુંદડી, શ્રીફળ અને ફૂલથી નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા….
આ તકે વાંકાનેર શહેર તેમજ તાલુકા ભાજપ પરિવારના આગેવાનો, તાલુકા પંચાયતના સદસ્યો સહિત બહોળી સંખ્યામાં ભાજપ કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહી નવા નીરની વધામણા કરી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1