વહેલી સવારથી ડેમની પારી પરથી પાણીની ઝાલરો શરૂ, આજથી ડેમના નયનરમ્ય દ્રશ્ય જોવા વાંકાનેર વાસીઓની ભીડ જામશે….

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ આજે વહેલી સવારે ચાર વાગ્યે ઓવરફ્લો થતાં જ વાંકાનેર વિસ્તારમાં હરખની હેલી પ્રસરી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મચ્છુ 1 ડેમ વર્ષ 2019, 2020, 2021, 2022 અને 2023 એમ સતત પાંચમા વર્ષે ઓવરફ્લો થયો છે. હાલ ડેમમાં ધીમીધારે પાણીની આવક શરૂ હોય, જેથી ડેમની પારી પરથી પાણીની ઝાલરો શરૂ થઈ છે….

મચ્છુ 1 ડેમ સતત પાંચમા વર્ષે ઓવરફ્લો થતાં ખેડૂતોને સિંચાઈ માટે આ વર્ષે પણ‌ કેનાલમાં પાણી છોડવામાં આવશે. મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થવાની તાત્કાલિક તંત્ર દ્વારા ડેમમાં પાણીની આવક જોતા નદી વિસ્તારમાં આવતા વાંકાનેર તાલુકાના 20 અને મોરબી તાલુકાના 4 ગામ મળી કુલ 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે..‌‌..

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!