વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ ગઈકાલે સાંજના સમયે ઓવરફ્લો થતાં વાંકાનેર ભાજપ કાર્યકર્તા અને આગેવાનો ડેમ ખાતે પહોંચી ડેમમાં આવેલા નવા નીરના વધામણા કર્યા હતા. આ તકે વાંકાનેર મહારાજ કેશરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે વાંકાનેરની જીવનદાત્રી મચ્છુ નદી પર આઝાદી સમયે વાંકાનેર સ્ટેટ શ્રી અમરસિંહ બાપૂ દ્વારા મચ્છુ ડેમનું નિર્માણ કરાવ્યું હતું જેમાં પુર-ભૂકંપ જેવી ઘણી બધી કુદરતી આફતો બાદ પણ આજે આ ડેમ અડીખમ ઉભો છે.
આ ડેમનાં બાંધકામ સમયે જે પથ્થરો ઉપયોગમાં લેવાતા તે તમામ પથ્થરોને રાત્રે વજન કરી પાણીમાં પલાળવા મુકતા જે બાદ સવારે ફરી તેનો વજન કરી અને જો વજનમાં ફેર જણાય તો તે પથ્થર રિજેક્ટ કરતા. આટલી ચોકસાઈથી બનાવવામાં આવેલ આ ડેમ તેની મજબુતાઈ નું રહસ્ય છે…
વાંકાનેર મચ્છુ 1 ડેમ ગઈકાલના રોજ સાંજે 6:11 મિનિટે ઓવરફ્લો થતાં વાંકાનેરના નાગરિકોમાં હરખની હેલી પ્રસરી ગઇ હતી. આ સુખદ્ સમાચાર સાંભળી વાંકાનેર ભાજપના 200 જેટલા કાર્યકરો અને વાંકાનેર સ્ટેટ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા મચ્છુ ડેમ ખાતે પહોંચી કેસરીદેવસિંહજીના હસ્તે નાળિયેર-ચુંદડી-પડો-પુષ્પો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા…
આ કાર્યક્રમના અંતે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી અને તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ અણીયારીએ બધાને સ્થળ પર ગરમાગરમ ભજીયા પાર્ટી આપી અને સર્વે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ સમગ્ર ભાજપ ટીમ દ્વારા હોલમાતાજી મંદિર ખાતે દર્શન કરીને લોકોના હિત માટે પ્રાર્થના કરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf