વાંકાનેર મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા ભાટીયા સોસાયટી સ્મશાનની કાયાપલટ કરી આદર્શ મુક્તિધામ બનાવાયું….

0

વાંકાનેર મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિના દ્વારા કોરોના મહામારી વચ્ચે પણ સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી ભાટિયા સોસાયટીમાં આવેલ સ્મશાનની કાયાપલટ કરી સ્મશાનને એક આદર્શ મુક્તિધામ બનાવ્યું છે. જેમાં આ સમિતિ દ્વારા વાંકાનેર વિસ્તારમાં મળી આવતા બિનવારસી મૃતદેહોની અંતિમ ક્રિયા કરવાની સાથે મુક્તિધામમાં દહનક્રિયાના ખાટલા રીપેરીંગ કરવા સહિતના સેવાકામ કરવામાં આવે છે…

મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા કોરોના કાળમાં
વાંકાનેર ભાટીયા સોસાયટીમાં આવેલ સ્મશાનની કાયાપલટ કરવામાં આવી છે. જેમાં સેવા સમિતિના સભ્યો દ્વારા પોતાના કામ ધંધા છોડી અને ઘરે બીમાર ખાટલા હોવા છતાં સ્મશાનમાં લાઈટો, સીરીઝ, ફુવારા ફીટ, બાથરૂમમાં શાવર ચાલુ કરવા તથા બેસવા માટે લાકડાના પાટલા બનાવી આખા સ્મશાનમાં કપચી પાથરી તેમજ આખું સ્મશાન સ્વચ્છ કરી એક આદર્શ મુક્તિધામ નિર્માણ કરવામાં આવ્યું છે….

અત્રે ઉલ્લેખનીય છે કે આ ગ્રુપ દ્વારા ફ્રિ સબવાહિનીની સેવા પુરી પાડવી, બિનવારસી લાશની અંતિમક્રિયા તથા કોરોના કાળમાં મૃતદેહોની વિધિવિધાન મુજબ અંતિમક્રિયા કરી એક નવી પહેલ હાથ ધરી છે. આ ગ્રુપની સેવા મેળવવા માટે ગ્રુપના સદસ્ય મનીષભાઈ ૮૧૬૦૯ ૨૪૫૪૮, આસ્તિક ઉપાધ્યાય ૯૬૮૭૦ ૬૯૧૮૧, અર્જુનગીરી ગોસ્વામી ૮૯૯૯૮ ૫૫૧૫૫, આશિષ પરમાર ૮૨૦૦૩ ૧૮૦૭૯, પીટુ કુબાવત ૬૩૫૬૫ ૬૮૮૮૦ તેમજ સાહિલભાઈ લાડલા ટ્રાવેલ્સ ૯૯૯૮૩ ૬૩૧૧૪નો સંપર્ક કરી શકાય છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS