વાંકાનેર : પત્રકાર જગતને મોટી ખોટ, નિલેશભાઈ ચંદારાણાનું દુઃખદ અવસાન, સોમવારે બેસણું….

0

વાંકાનેરના સિનિયર પત્રકાર નીલેશભાઈ ચંદારાણાનું ગઇકાલના રોજ હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થયેલ છે. જેનાથી વાંકાનેર પત્રકાર જગતને મોટી ખોટ પડી છે. નીલેશભાઈ ચંદારાણા પુ. સંત હરિચરણદાસ મહારાજના અનુયાયી હોય અને તેમના દેવલોકગમનથી વ્યથિત હોવાનું પણ જાણવા મળ્યું છે…

વાંકાનેર વિસ્તારના તમામ પ્રશ્નોને હરહંમેશ વાચા આપનાર અને રઘુવંશી સમાજનું ગૌરવ એવા નીલેશભાઈ ચંદારાણાનું હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ અવસાન થતા સદગતની અંતિમયાત્રા આજે સવારે તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી અને તેમને પંચમહાભૂતમાં વિલિન કરવામાં આવ્યા હતા. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં વાંકાનેરના નાગરિકો, મિત્ર વર્તુળ, પત્રકારત્વ, રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા અને શોક વ્યક્ત કર્યો હતો….

મૂળ વાંકાનેરના વતની અને છેલ્લા એક વર્ષથી રાજકોટ ખાતે રહેતા 55 વર્ષીય નીલેશભાઈ ચંદારાણા નિત્યક્રમ મુજબ વાંકાનેર-રાજકોટ અપડાઉન કરતા હતા, જે મુજબ તેઓ ગઈકાલે સાંજે વાંકાનેરથી નીકળી રાજકોટ બસ સ્ટેશન ખાતે પહોંચતા તેમને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો…

ઉલ્લેખનીય છે કે નીલેશભાઈ ચંદારાણા ગોંડલના સંત હરિચરણદાસ મહારાજના પરમ અનુયાયી હતા. જેમાં સંત હરિચરણદાસ મહારાજ સોમવારે સવારે બ્રહ્મલીન થયા હતાંનીલેશભાઈ ખુબ જ વ્યથિત રહેતા હતા. નીલેશભાઈ ચંદારાણા પત્રકારત્વ ક્ષેત્રની સાથે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સતત અગ્રેસર રહેતા હતા. તેમને પરિવારમાં પત્ની, એક દિકરી અને એક દિકરો જેમાં પુત્રી રાધિકા કોલેજમાં અને પુત્ર કેવલ ધો. 11માં અભ્યાસ કરતો હોય જેથી બંને સંતાનોએ નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે…

સદગત નીલેશભાઈ લલિતભાઈ ચંદારાણા(ઉ.વ. 55), જે લલિતભાઈ ચંદારાણા અને મંજુલાબેન ચંદારાણાના પુત્ર, મનોજભાઈ ચંદારાણા અને લિતેષભાઇ ચંદારાણાના મોટા ભાઈ, પારૂલબેન ચંદારાણાના પતિ, રાધિકા અને કેવલ ચંદારાણાના પિતાનું તા. 30/03/2022ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. જેથી સદગતનું બેસણું તા. 04/04/2022ને સોમવારે સાંજે 4થી 6 કલાક દરમિયાન ફળેશ્વર મહાદેવ મંદિર, જડેશ્વર રોડ, વાંકાનેર ખાતે રાખેલ છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS