પુરઝડપે આવતા ટ્રક ચાલકે કાવો મારી ઓવરટેક કરતા બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત….

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર હસનપર ઓવરબ્રિજ ઉપર એક પુર ઝડપે આવતા ટ્રક ચાલકે આગળ જઈ રહેલા ટ્રકની રોન્ગ સાઈડમાંથી સાઈડ કાપી કાવો મારી ઓવરટેક કરવા જતાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકને નુકશાન પહોંચતા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર હસનપર ઓવરબ્રિજ ઉપર પોતાનો ટ્રક લઈને પસાર થઈ રહેલ ફરિયાદી ગૌતમભાઈ હિતેન્દ્રભાઈ રાઠોડના ટ્રકની રોન્ગ સાઈડમાંથી સાઈડ કાપી કાવો મારી ટ્રક નંબર MP 12 H 6083ના ચાલક સલમાનભાઈ સઈદભાઈ ખાન(રહે. મધ્યપ્રદેશ)એ અકસ્માત સર્જ્યો હતો. જેમાં ફરિયાદી ગૌતમભાઈના ટ્રકમાં ખાલી સાઈડ દરવાજા પાસે બોડીના ભાગે, બમ્પર તથા પંખાને નુકશાની પહોંચતા બાબતે તેમણે વાંકાનેર સીટી પોલીસમાં પુર ઝડપે ટ્રક ચલાવી આકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

error: Content is protected !!