ગુજરાતમાં સૌથી નાની ઉંમરમાં બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થયાનું બિરૂદ મેળવનાર વાંકાનેર બાર એસોસિયેશનના યુવા પ્રમુખ મયુરસિંહ સુરેન્દ્રસિંહ પરમારનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 33 વર્ષ પુરાં કરી 34 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે….
મુળ મુળી ગામના વતની અને હાલ વાંકાનેરને પોતાની કર્મભૂમિ બનાવનાર મયુરસિંહ સુરેન્દ્રસિંહ પરમાર સૌથી નાની વયે વાંકાનેર બાર એસોસીએશન(વકીલ મંડળ)ના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી પામ્યા હતા. જેમના પિતા સુરેન્દ્રસિંહ (સુરુભા) પરમાર ગુજરાત પોલીસમાં ફરજ બજાવી વાંકાનેર ખાતે ASI તરીકે નિવૃત થયા હતા. હાલ વાંકાનેરમાં વકીલાત ક્ષેત્રે સક્રીય એડવોકેટ મયુરસિંહ પરમાર પોતાના સ્વભાવ અને વકીલાતની શ્રેષ્ઠ કામગીરીના કારણે બહોળી નામના સાથે મિત્ર મંડળ ધરાવે છે, જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે સગા-સંબંધી, મિત્રો, પરિવારજનો તથા ચાહકો તેમને મોબાઈલ નંબર 81609 70007 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે….
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી યુવા એડવોકેટ મયુરસિંહ પરમારને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt