વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે આવેલ મંદિર નજીક લઘુશંકા કરવા બાબતે બે શખ્સોએ સાથે મળી એક યુવાન પર હુમલો કરી માર મારી છરીનો ઘા ઝીકી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે આવેલ દશામાંના મંદિર પાસે સાઈડમાં લઘુશંકા કરવા બાબતે ફરિયાદી લાલજીભાઈ ટીસાભાઈ સરસાવાડિયા (ઉ.વ. 23) નામના યુવાન પર આરોપી સુરેશભાઈ સાદુરભાઈ વીંજવાડિયા અને વિપુલ ધીરાભાઈએ ‘ અહીં કેમ લઘુશંકા કરેશ ? ‘ કહી યુવાન પર હુમલો કરી ઢીકા પાટુનો માર મારી ગળે તથા પગના ભાગે છરીના ઘા ઝીકી દેતા ફરિયાદીને ઇજાઓ પહોંચી હતી…
જેથી આ બનાવમાં ફરિયાદી ટીસાભાઈ સરસાવાડિયાએ આરોપી સુરેશ વીંજવાડિયા અને વિપુલ ધીરાભાઈ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે આઈપીસી કલમ 323, 324, 504, 114 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso