મચ્છુ 1 ડેમની સપાટી 47.19 ફુટે પહોંચી, 24 ગામો એલર્ટ પર : ડેમ ઓવરફ્લો થવાની પુરી શક્યતા…

0

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં વરસાદી પાણીની આવકથી ડેમની સપાટી 47.19 ફુટે પહોંચી ગઇ છે. હાલ ડેમ 80 કરતા વધુ ભરાઇ‌ જતાં વાંકાનેર અને મોરબીના નદી વિસ્તારના કુલ 24 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. હાલ ડેમમાં પાણીની આવક જોતાં ડેમ 24 કલાકમાં ઓવરફ્લો થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે…

મચ્છુ 1 ડેમ હાલ ઓવરફ્લો થવામાં 1.81 ફુટ જ બાકી હોય અને હાલ ડેમમાં પાણીની આવક પણ વધુ હોય જેથી નદી વિસ્તારમાં આવતા વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર શહેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસીકગઢ, લુણસરીયા, કેરાળા, હસનપર, પંચાસર,

વઘાસીયા, રાતીદેવળી, વાંકિયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા અને ધમલપર ગામ તેમજ મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર એમ કુલ ૨૪ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે, જે તમામ ગામના નાગરિકોને નદીના પટમાં નહિ જવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso