વાંકાનેર સીટી પીઆઈ એન. એ. વસાવાની બદલી, નવા પીઆઈ તરીકે કે. એમ. છાસીયાની નિમણૂક…

0

આજે મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા ત્રણ પી.આઈ.ની આંતરીક બદલીઓ કરવામાં આવી છે જેમાં વાંકાનેર સીટી પી.આઈ. એન. એ. વસાવાની બદલી કરી તેઓને લીવ રીઝર્વ માં મુકવામાં આવ્યા છે. આ સાથે જ મોરબી લીવ રિઝર્વમા રહેલ પી.આઈ. શ્રી કે. એમ. છાસીયાની વાંકાનેર સીટી પી.આઈ. તરીકે નિમણૂક કરવામાં આવી છે….

મોરબી જિલ્લામાં અન્ય એક લીવ રિઝર્વમાં રહેલ પી.આઈ. કે. જે. માથુકીયાની મોરબી એલ.આઈ.બી. શાખામાં પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે. હાલ વાંકાનેર શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાંકાનેર શહેરમાં ટ્રાફિક, હત્યા, ક્રાઈમ, ચોરી, દારૂ, જુગાર સહિતની બદીઓમાં વધારો થયો છે, જેથી વાંકાનેર સીટી વિસ્તારમાં એક કડક પોલીસ અધિકારીને તાતી જરૂરિયાત હોય, જેથી નવા પીઆઈ આ તમામ પાયાના પ્રશ્નોને વાચા આપી તેનું નિરાકરણ લાવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso