વાંકાનેર : માટેલ-વિરપર રોડ પર શિતળાધાર પાસે લાઈટના અજવાળે જુગાર રમતા છ ઝડપાયાં….

0

વાંકાનેર તાલુકા પોલીસના નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન માટેલ-વિરપર રોડ પર આવેલ શિતળાધાર પાસે એક રહેણાંક મકાનની બાજુમાં લાઈટના અજવાળે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાનું જણાતા પોલીસે કુલ છ શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ નાઈટ પેટ્રોલીંગમા હોય દરમ્યાન માટેલ-વિરપર રોડ પર પસાર થતા શિતળાધાર પાસે આવેલ એક રહેણાંક મકાનની બાજુમાં અમુક શખ્સો લાઈટના અજવાળે જુગાર રમતા દેખાતા પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). ભગવાનજીભાઈ સંધાભાઈ ધેણોજા,

૨). પ્રવિણભાઇ છનાભાઈ સરાવાડીયા, ૩). હરેશભાઈ સાદુરભાઈ વિંજવાડીયા, ૪). કિશનભાઈ દેવશીભાઈ વિંજવાડીયા, ૫). કાનાભાઈ શામજીભાઈ વિંજવાડીયા, ૬). વિપુલભાઈ ધીરાભાઈ વિંજવાડીયાને રોકડ રકમ રૂ. 11,900/- સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl