વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન માટેલ-સરતાનપર રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને રોકી તલાશી લેતા તેની પાસેથી ચાર બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ-સરતાનપર રોડ પરથી વાકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા મૂળ જસદણ તાલુકાના પીપરડી ગામના વતની અને હાલમાં સિલોન સિરામિક કારખાનામાં રહેતા‌ આરોપી બળવંત નાગરભાઈ સાકળિયાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વ્હીસ્કીની 4 બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!