વાંકાનેર : ચોરાઉ બાઈક અને નવ મોબાઈલ સાથે એક શખ્સને પકડી પાડતી મોરબી એસઓજી ટીમ…

0

મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના સરતાનપર-માટેલ રોડ પરથી એક ચોરાઉ બાઈક અને નવ મોબાઈલ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમના જુવાનસિંહ રાણા, આશીફભાઇ રાઉમા અને કમલેશભાઇ ખાંભલીયાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, નંબર પ્લેટ વગરના ચોરાઉ હીરો સ્પેન્ડર મોટર સાયકલ પર એક ઈસમ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ તરફથી માટેલ તરફ જવાનો હોય, જેના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઈક ચાલકને રોકી તેની પુછપરછ કરતા પોતાનું નામ વિશાલ ભીમજીભાઇ આત્રેસા (રહે. મોરબી-વાંકાનેર હાઇવે, ઇટાલીકા કોમ્પલેક્ષમાં બંધ પડેલી દુકાનમાં) હોય અને પોલીસે પોકેટકોપથી સર્ચ કરતા બાઇક ચોઆઉ હોવાનું સામે આવ્યું છે….

જેથી પોલીસે આરોપીની એક ચોરીની બાઈક અને રૂપિયા ૨૭,૦૦૦ની કિંમતના નવ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૫૨,૦૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC