વાંકાનેર ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના જન્મદિવસની વિશેષ ઉજવણી કરાઇ….

0

વાંકાનેર શહેર ખાતે ગઇકાલે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અને અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબના જન્મ દિવસ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તેમના શુભેચ્છકો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે તેમનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો….

જેમાં ગઇકાલના રોજ અખિલ ભારતીય કોળી સમાજ મહિલા અધ્યક્ષ ગુજરાત રાજ્ય શ્રીમતી જિજ્ઞાસાબેન મેર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ ગૌશાળા ખાતે ઘાસચારાનું વિતરણ, મચ્છુ કાંઠા વૃદ્ધાશ્રમમાં ઘરડાંઓને ભોજન કાર્યક્રમ, વાંકાનેર સીવીલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ કીટ વિતરણ તથા માંધાતા અને વેલનાથ મંદિર ખાતે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો સાથે મંત્રીશ્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC