વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇન્ટેજીન સીરામીક ફેકટરીમાં કામ કરતી વખતે અચાનક અકસ્માતે મશીનરીમાં માથું આવી જતા ગંભીર ઈજાથી એક કર્મચારીનું કમકમાટીભર્યું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે રહેતા રહેતા માથકીયા ઇન્જામુલ હુશેનભાઇ (ઉ.વ. 25) નામના કારખાનાના કર્મચારીનું ગત તા.9 ના રોજ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ઇન્ટેજીન સીરામીક કારખાનામાં કામ કરતી વેળાએ અકસ્માતે મશીનમાં તેમનું માથુ આવી જતા તેને ગંભીર ઇજા પહોંચી હતી
જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi