વાંકાનેર શહેરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ ફીનાઇલની ગોળી પી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં પરિણીતાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પરિણીતાનો જીવ બચી ગયો હતો. જે બાદ તેણે પોતાના પતિ અને સાસુ સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જયોતીબેન જયેશગીરી ગૌસ્વામી (ઉ.વ.૨૨ રહે.વાંકાનેર રંગવાળી શેરી) એ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ જયેશગીરી ભરતગીરી ગૌસ્વામી અને સાસુ જયશ્રીબેન ભરતગીરી ગૌસ્વામીના માનસિક અઞે શારીરિક ત્રાસથી કંટાળી તેણે આ પગલું ભર્યું છે.
આ બનાવમાં ફરિયાદીના સાસુએ તેના પુત્રને કહેલ કે આ તારી પત્ની જ્યોતી મને પુછયા વગર તેના માસીના ઘરે આવતી રહેલ છે, તેમ કહેતા આરોપી પતિએ ફરીયાદી પર ગુસ્સે થઈ કહેવા લાગેલ કે મને પુછયા વગર ઘર બહાર નીકળવુ નહી તેમ કહી ઝઘડો અને મારકુટ કરી ઘરેથી જતા રહેલ જે બાદ
ગઈકાલ સાંજના સમયે ફરીયાદી પોતે એકલા હોય ત્યારે તેના પતિ તથા સાસુના ત્રાસથી કંટાળી ઘરના બાથરૂમમા પડેલ ફીનાઈલની, ઘેનની તથા અન્ય દુખાવાની ગોળી પી લીધેલ અને ઉલ્ટી ઉબકા થતા ઘરના તેમજ આડોશી-પાડોશીઓને જાણ થતા પરિણીતાને પ્રથમ વાંકાનેર બાદ મોરબીની સરકારી હોસ્પીટલ ખાતે સારવારમા ખસેડાઇ હતી.
જ્યા સ્વસ્થ્ય થયા બાદ પરિણીતાએ તેના પતિ અને સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi