વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી મંદિરની સામેની શેરીમાંથી ૧૧૧૦ લીટર દેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે માટેલ ગામ ખાતે આવેલ માટેલ મંદિર નજીક શેરીમાં દરોડો પાડી એક સ્વીફ્ટ કાર નંબર GJ 36 L 0506 માંથી 1,110 લીટર દેશી દારૂ ઝડપી લીધો હતો….
આ બનાવમાં પોલીસે એક સ્વિફ્ટ કાર, 1110 લીટર દેશી દારૂ (કિ. 4,440) સહિત કુલ રૂ 3,04,440નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી હીરાભાઇ અરજણભાઇ ધેણોજા (રહે. માટેલ) વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS