નોટબંધી 2 : કેન્દ્ર સરકારે ચલણમાંથી રૂ. 2,000ની નોટ પાછી ખેંચી, દેશમાં 30 સપ્ટેમ્બર સુધી નોટ માન્ય રહેશે…

0

કેન્દ્ર સરકાર આજે ફરી એક ચોંકાવનારો નિર્ણય કરી રૂ. 2,000ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જેમાં હાલ આ નોટ ચલણમાં ચાલુ રહેશે અને આગામી 30 સપ્ટેમ્બર 2023 સુધી લોકો આ નોટને બેંકોમાં જમા કરાવી શકશે…

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી. એને બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. RBIએ 2019થી 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું….

RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બદલવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. હવેથી બેંકો 2000ની નોટ નહીં આપે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU