માળીયા નગરપાલિકાના નિરીક્ષક તરીકે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદાની નિમણૂક કરાઇ…

0

સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતો તથા નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા આગામી ટર્મ માટે નવા પ્રમુખ-ઉપપ્રમુખ નામોની પસંદગી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા વરિષ્ઠ આગેવાનને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

જેઓ તાલુકા પંચાયત તથા નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ-ઉપપ્રમુખ માટે લાયકાત મુજબ સેન્સ લઇ આગળની કાર્યવાહી કરશે. જે અનુસંધાને મોરબી જિલ્લાની કોંગ્રેસ શાસિત માળીયા નગરપાલિકાના નિરીક્ષક તરીકે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મોહંમદ જાવેદ પીરઝાદાને જવાબદારી સોંપવામાં આવી છે….વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf