સાસરે આવેલા જમાઇએ પત્ની પૂછ્યા વગર બહાર જતા સાળા અને પત્નીને માર મારતાં આરોપી સામે પોલીસ ફરિયાદ કરાઇ…

વાંકાનેર શહેરની પેડક સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે રાજકોટથી આવેલ બનેવીએ પોતાની પત્ની કેમ બહાર ગઈ છે ? કહી ધડબડાટી બોલાવી પત્નીને માર મારતાં વચ્ચે પડેલા સાળાને પણ લાકડીઓ ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં બાબતે યુવાને આરોપી બનેવી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની પેડક સોસાયટીમાં રહેતા રાહુલભાઇ ચંદુભાઇ ડાંગરોચાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે ફરિયાદીના બનેવી દેવરાજભાઇ હકાભાઇ દેકાવાડીયા પોતાના ઘેર આવ્યા હતા, ત્યારે ફરિયાદીની બહેન ખુશ્બૂ બહાર ગઈ હોવાથી આરોપીએ તેની પત્નીને ‘ તું કેમ ઘેર નથી હોતી ? ‘ એમ કહી ઢીકાપાટુનો માર મારી, માથામાં લાકડી ફટકારી દીધી હતી જેથી આ ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા રાહુલભાઈને પણ બનેવીએ લાકડીના ઘા ઝીંકી, જાનથી મારી નાખવા ધમકી આપતા બાબતે યુવાને તેના બનેવી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!