વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ ખાતે આવેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી પર ત્યાં માથાના દુખાવાની દવા લેવા માટે આવેલ એક દર્દી દ્વારા દવા લેવા બાબતે માથાકૂટ કરી અને મહિલાને ગાળો આપી બે લાફા માર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દર્દી સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટી ખાતે રહેતા અને વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ ખાતે આવેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હીનાબેન શાંતિભાઈ પરમાર (ઉ.વ. 30) ગઈકાલે પોતાની ફરજ પર હતા ત્યારે ત્યાં માટેલ ગામેથી સવશીભાઈ મોહનભાઈ નામનો વ્યક્તિ માથાના દુખાવાની દવા લેવા માટે આવ્યો હોય જેથી ફરજ પરના મહિલા કર્મચારી હીનાબેને તેઓને જરૂરી દવા આપી હતી પરંતુ દવા આરોપી દ્વારા “આ દવા નહીં પણ બીજી દવા આપો” તેમ કહીને તેમની સાથે બોલાચાલી કરી મહિલા કર્મચારીને ગાળો આપી અને બે લાફા મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી….
જેથી આ બનાવ અનુસંધાને ફરજ પરના મહિલા કર્મચારી દ્વારા આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે આરોપીન સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f