વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીકથી વાંકાનેર પોલીસ દ્વારા શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને રોકી તલાશી લેતા તેમાંથી 450 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ બનાવમાં કાર ચાલક આરોપી સહિત બંને આરોપીઓ કાર મુકી ફરાર થઈ જતાં વાંકાનેર પોલીસ દ્વારા બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામના પાટિયા પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી ઇકો કાર નં. GJ 3JL 8112 રોકી પોલીસ દ્વારા ગાડીની તલાશી લેતાં તેમાંથી દેશી દારૂ ભરેલા 18 બાચકા મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ 450 લિટર દેશી દારૂ સહિત કુલ રૂ. 1.09 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
પોલીસ દ્વારા આ બનાવમાં ગાડીને રોકવાનો ઈશારો કરતા ગાડીને સાઈડમાં રોકી તકનો લાભ લઈને કારચાલક અને કારમાં બેઠેલા અન્ય એક નાસી છૂટયા હતા જેથી પોલીસે કાર ચાલક સહિત બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f