વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે ત્રણ દિવસ પહેલા વીજપોલ ઉપર ચડી વીજ રીપેરીંગ કામ કરતા કર્મચારીને અચાનક વીજશોક લાગતાં પીજીવીસીએલના યુવા કર્મચારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવમાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વીજ કંપનીના નાયબ ઇજનેર દ્વારા ગેરકાયદે ડ્યુઅલ સોર્સ પવારની વ્યવસ્થા ઊભી કરનારા ખેડુત સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ખેડૂત સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર પીજીવીસીએલ ખાતે રહેતા અને મૂળ રાજસ્થાનના રહેવાસી મહેન્દ્રસિંહ પ્રેમજીભાઈ રાવત (ઉ.વ. 24) ગત તા 25 ના સવારના સમયે વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે વાડી વિસ્તારમાં વિજપોલ ઉપર ચડીને રીપેરીંગનું કામ કરતા હોય ત્યારે તેને વિજશોટ લાગતાં આ યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવમાં રિપેરીંગ કામ પુર્વે વિજ લાઇન બંધ કરવામાં આવી હોય છતાં પાવર આવ્યો ક્યાંથી તે પ્રશ્ન હતો જેથી કરીને વીજ કંપનીની ટીમ દ્વારા ઘટના સ્થળે તપાસ કરવામાં આવી હતી…
આ બનાવની તપાસમાં ખુલવા પામ્યું હતું કે મહીકા ગામ ખાતે રહેતા અને ઘટના સ્થળે પાસે આવેલા પોતાની જમીનમાં ખેતી કરતા નુરમામદ સાઉદીનભાઈ શેરસીયા નામના ખેડૂતે તેની વાડીમાં જયોતિગ્રામ અને ખેતીવાડી બને લાઇનમાંથી કનેક્શન લીધા હતા જેમાં એક કનેક્શન ગેરકાયદે હોય અને ખેડૂતે અંડર ગ્રાઉન્ડ વિજ લાઇન પથરી હતી જેથી બંધ વિજ લાઈનમાં પાવર આવતા વિજ કર્મચારીનું મોત થયું હતું.
આમ આ બનાવમાં ખેડૂતે ગેરકાયદે ડ્યુઅલ સોર્સ પવારની વ્યવસ્થા ઊભી કરી હઘય જેથી આ બનાવ બનેલ તેથી વાંકાનેર પીજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા ગેરકાયદેસર રીતે આવી વ્યવસ્થા ઊભી કરનારા ખેડુત સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f